આધાર કાર્ડમાં સુધારો કરો તમારા મોબાઈલથી - નામ અથવા સરનામું બદલો ઘરે બેઠાં તમારા મોબાઈલથી.

મિત્રો, અત્યારના સમયમાં આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ બની ગયું છે. તમને ખબર જ હશે કે કોઈ પણ કામ હોય , સરકારી કામ કે પછી ખાનગી કામ દરેક જગ્યાએ આધાર કાર્ડ  ઓળખ અને સરનામાં માટે બતાવવું જરૂરી બન્યું છે. કોઈપણ બેન્ક ને લગતું કામ હોય કે કોઈ પણ સરકારી યોજનાઓનો લાભ લેવો હોય એમાં પણ આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ ગણાય છે.


 આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ છે એટલે આધાર કાર્ડમાં ભૂલ હોવી જોઈએ નહીં અને આધાર કાર્ડ કઢાવતી વખતે બધી જ માહિતી સાચી આપવાની હોય છે પરંતુ મિત્રો કોઈક વખત આકસ્મિક રીતે આધાર કાર્ડમાં નામમાં ભૂલ થઈ જાય છે તો કોઈક વખત સરનામા કે જન્મ તારીખમાં ભૂલ હોય છે. મિત્રો, આવું કઈ થાય તો તમારે તમારું આધાર અપડેટ કરવું પડશે. જે કોઈ ભૂલ હોય તે સુધારી લેવી પડશે.


મિત્રો, આ પોસ્ટમાં આધાર કાર્ડમાં નામ અથવા સરનામાંમાં સુધારો કઈ રીતે કરવો એ જાણીશું. આધાર કાર્ડમાં નામ સુધારો કઈ રીતે કરવો? આધાર કાર્ડમાં જન્મ તારીખ કઈ રીતે સુધારવી? આધાર કાર્ડમાં સરનામું કઈ રીતે સુધારવું?


UIDAI દ્વારા થોડા સમય પહેલા જ આધાર કાર્ડની સેલ્ફ સપડેટ સેવા શરૂ કરવામાં આવી છે. પહેલા તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સાયબર સેન્ટર કે પછી નજીકના આધાર સેન્ટરમાં જવું પડતું હતું. પણ હવે તમે જાતે જ ઘરે બેઠા તમારા મોબાઈલમાં તમારું આધાર અપડેટ કરી શકો છો. થોડા સમય પહેલા યુઆઇડીએઆઈ એ થોડા સમય પહેલા આધાર કાર્ડ ની સેલ્ફ અપડેટ સેવા બન્ધ કરી હતી પણ હવે આ સેવા ફરી શરૂ થઈ ગઈ છે. 


મિત્રો, હવે તમે ઘરે બેઠાં આધાર કાર્ડમાં ફક્ત નામ જ નહીં પરંતુ જન્મ તારીખ, સરનામું પણ બદલાવી શકો છો. આ બધી પ્રક્રિયા તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલમાં કરી શકો છો . તમારે સાયબર સેન્ટર કે આધાર સેન્ટર પર જવું નહિ પડે.


આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ , સરનામું કેવી રીતે અપડેટ કરવું? , જાણો એકદમ સરળ રીત


પહેલા આધારકાર્ડની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાઓ.

હોમપેજ પર સૌથી પહેલા MY Aadhar વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.


 

હવે તમારે Update Your Aadhaar સેક્સન પર જવું પડશે, જ્યાં તમને એક કોલમ દેખાશે Update your Demographics Data Online તેના પર ક્લિક કરો.

તેના પર ક્લિક કરતા જ તમે UIDAIની સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટરની ઓફિશિયલ વેબસાઈટ ssup.uidai.gov.in પર પહોંચશો.

અહીં તમારે તમારા 12 અંકના આધાર નંબર સાથે લોગ ઇન કરવું પડશે.

આ પછી સ્ક્રીન પર આપેલ કેપ્ચા ભરો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો, ત્યારબાદ ઓટીપી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પહોંચશે.

ઓટીપી દાખલ કર્યા પછી આગળનાં સ્ટેપમાં એક નવું પેજ તમારી સામે ખુલશે, જેમાં તમારે તમારી વ્યક્તિગત વિગતો જેવી કે તમારું સરનામું, જન્મ તારીખ, નામ અને લિંગ સહિતની અન્ય ઘણી માહિતી દાખલ કરવી પડશે.

હવે તમારે તે વિભાગ પસંદ કરવો પડશે જેમાં તમે ફેરફાર કરવા માંગો છો. મતલબ કે હવે તમારી પાસે નામ, જન્મ તારીખ, સરનામું બદલવાનો વિકલ્પ હશે. જો તમે નામ બદલવા માંગતા હો, તો તમે અપડેટ નામ પર ક્લિક કરો.

અહીં નોંધનીય છે કે નામ અપડેટ કરવા માટે તમારી પાસે આઈડી પ્રૂફ હોવો આવશ્યક છે. આઈડી પ્રૂફ તરીકે, તમે પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખકાર્ડ, રેશનકાર્ડ અપલોડ કરી શકો છો.

બધી વિગતો આપ્યા પછી તમારા નંબર પર એક વેરિફિકેશન ઓટીપી આવશે અને તમારે તેને ચકાસવું પડશે. આ પછી સેવ ચેન્જ પર ક્લિક કરો.

આધાર અપડેટ➡️ક્લિક કરો

ઑફિશયલ માહિતી➡️ક્લિક કરો

ફ્રી માં થશે આધાર અપડેટ 

જો તમે જાતે જ તમારું આધારકાર્ડ અપડેટ કરો છો તો તમારે તેના માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં, પરંતુ જો તમે આધાર સેન્ટર અથવા સાયબર કેફે પર જઈને તેને અપડેટ કરો છો તો તમારે 25 રૂપિયા અથવા વધુ ચૂકવવા પડશે. જો તમે નામ સિવાયની વિગતો બદલવા માંગતા હો, તો તે માટે તમારે પણ તેને સંબંધિત પુરાવા સાથે લઈને જવા પડશે.


મિત્રો હવે તમને ખબર પડી ગઈ હશે કે આધાર કાર્ડ અપડેટ કેવી રીતે કરવું.જો તમને પોસ્ટ ગમી હોય તો શેર કરજો.