કાળી ચૌદસ નો મહિમા.
સુપ્રભાતમ..ભારતીય સંસ્કૃતિમાં ઉજવવામાં આવતા દરેકેદરેક તહેવારોનું ખાસ વિશેષ અને આગવું મહત્વ છે.આમ તો દેશી પંચાંગ મુજબ જોવા જઈએ તો પૂનમ, અમાસ અને કાળીચૌદશ તો આવ્યા જ કરે છે..પણ વર્ષની છેલ્લે આવતા આ દિવસોનું મહત્વ કંઈ વિશેષ જ છે..એ તો આપણે સૌ જાણીએ છીએ..આ દિવસોનું આધ્યાત્મિક રહસ્ય જાણીને જો ઉજવવાની મઝા કંઈ ઓર જ હોય છે..જે અનેક પ્રદૂષણોને રોકે છે…અર્થાત પ્રદૂષણ રહિત છે..તહેવારોનો દરેકના જીવનમાં કંઈક અંશે સામાન્ય કરતાં વિશેષ આનંદ બક્ષે છે..સમાજનું અને જીવન્નું અભિન્ન અંગ છે.માટે જો તેના જુદજુદા પાસાંઓને જોઈએ તો તે આનંદમય ઉમંગ ઉત્સાહને વધારે છે.આજના દિવસ માટે એક જૂની પુરાણી ઉક્તિ યાદ આવે છે કે..”કાળીચૌદશના આંજ્યા ના જાય કોઈનાં ગાંજ્યા.” એટલે વિશેષ કાળીચૌદશને દિવસે શુદ્ધ તેલ(શક્ય હોય તો તલના તેલનો)નો દિવો બાળીને તેની જ્યોત ઉપર નાનું વાસણ ધરીને તેના ધૂમાડાની મેશ એક્ઠી થાય તે તેલ સાથે ભેળવીને કાજળ બનાવીને આંખમાં આંજવામાં આવે છે. હવે એવું ક્યાંક ક્યાંક કોઈ ભાગ્યેજ કરતું જોવા મળે છે.
અત્યારે તો બ્યુટીપાર્લરના સાધનો જ પાવડર અને કાજળ જ ઉપયોગમાં લેવાતાં..અને મોંઘાદાટ પ્રસાધનો કોઈને પોસાતાય નહોંતા. અને તે દિવસે જો આરીતે કાજળ આંજવામાં આવે તો તે કોઈનાથી ગાંજ્યા ના જાય..એટલેકે છેતરાય નહીં. પણ આજના શિક્ષિત લોકો એવું માનતા નથી બીજું કોઈને બહુજ પારકી પંચાત કરવામાં રસ હોય તો તેને ચૌદશિયો કહેવામાં આવે છે.કેમ ખરુંને?પોતાને ન જોતાં બીજાની જ ભાંજગડ કરવામાં તેને વધુ આત્મસંતોષ પ્રાપ્ત થતો હોય છે. આદિવસે જે જન્મેછે કે જન્મ્યા હોય છે તેની અસર પણ તેના પર પડે છે ..કે ક્યાંક એ ચૌદશિયો તો નહીં થાયને/હોયને??..ખેર!
દીપજ્યોત એ પ્રકાશનું પ્રતિક છે અને અંધકારમયી રાત્રિમાં પ્રકાશ હોય તો ઠોકર ના ખવાય..તે રીતે મનના અંધકારને દૂર કરી જીવનમાં પ્રકાશ રેલાવવામાં આવે તો મનુષ્ય દુ:ખરૂપી અંધકારમાથી નિકળીને સુખમયી સવાર માં પ્રવેશે છે. માટે સાચી જ્યોત જેની આત્મારૂપી પ્રગટી જાય તેનું મહત્વ જીવનમાં વિશેષ છે..તહેવારો તો આવે ને જાય અને ગયા પછી શું? પછી ફરી પાછી એનીએજ ઘરેડ…આ માટે સાચો દિપક પ્રજ્વલિત કરીને હંમેશને માટે જીવનમાં ઉજાશ લાવવા આત્માના દિપકને પ્રગટાવવાની જરૂર છેમાટે આપણે એ યાદગારને માનાવતા આવ્યા છીએ..તો જ સાચી દિવાળી આપણા મનમાં ઉજવાય..બાકી બધું જે કંઈ છે તે ના બરાબર જ છે..જેમ સાપ ગયા અને લીસોટા રહી જાય તેમ.અસ્તુ સૌને નવલાદિવસોમાં જીન્દગીને નવપલ્લવિત કરવા ઈશ્વર નવાપ્રેરક વિચારો બક્ષે… એજ અભ્યર્થના સાથે મારા સૌને નૂતન વર્ષના મુબારક..અભિનંદન..સતશ્રી અકાલ..સલામાલેકુમ ધન્યવાદ..શુભમભવતુ..
0 Post a Comment:
Post a Comment